નિફ્ટી :   10326.90

સેન્સેક્સ :   33478.35

મિડકેપ :   16794.23

સ્મોલકેપ :   17813.07

ડોલર :   64.89

સ્ટાન્ડર્ડ સોનું :   29510.00

ચાંદી :   39290.00

વ્યાપારી ખાધ વધીને ત્રણ વર્ષના શિખરે


ઑક્ટોબરમાં નિકાસ ઘટી, આયાત વધી: કાપડ, ઔષધ, ચામડાં, રત્નો, દાગીના ક્ષેત્રની નબળી કામગીરીમુંબઈ સમાચાર ટીમનવી દિલ્હી: દેશમાંથી માલસામાનની નિકાસ ઑક્ટોબરમાં ૧.૧૨ ટકા ઘટીને ૨૩ અબજ ડૉલરની થઇ હતી. તેના આગલા છ મહિના દરમિયાન નિકાસનો દર ઊંચો રહ્યો હતો.

કાપડ, ઔષધ, ચામડાં, રત્નો અને દાગીનાની નિકાસ ઑક્ટોબરમાં ઘટી હતી.

આમ છતાં, દેશમાં ઑક્ટોબરમાં માલસામાનની આયાત ૭.૬ ટકા વધીને ૩૭.૧૧ અબજ ડૉલર થઇ હતી. આગલા મહિને આયાત ૩૪.૫ અબજ ડૉલર હતી.

વાણિજ્ય મંત્રાલયે મંગળવારે આયાત અને નિકાસના આંકડા જાહેર કર્યા હતા.

દેશમાં વ્યાપારની ખાધ ૨૦૧૬ના ઑક્ટોબરમાં ૧૧.૧૩ અબજ ડૉલર હતી, તે ચાલુ વર્ષે ઑક્ટોબરમાં વધીને ૧૪ અબજ ડૉલર થઇ હતી. સોનાની આયાત ગયા મહિને ૧૬ ટકા ઘટીને ૨.૯૪ અબજ ડૉલર થઇ હતી.

ઑક્ટોબરમાં તેલની આયાત ૨૭.૮૯ ટકા વધીને ૯.૨૮ અબજ થઇ હતી, જ્યારે તેલ સિવાયની ચીજોની આયાત ૨.૧૯ ટકા વધીને ૨૭.૮૩ અબજ ડૉલરની થઇ હતી. દેશમાંથી ૨૦૧૭-૨૦૧૮ના એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન કુલ નિકાસ ૯.૬૨ ટકા વધીને ૧૭૦.૨૮ અબજ ડૉલર થઇ હતી, જ્યારે આયાત ૨૨.૨૧ ટકા વધીને ૨૫૬.૪૩ અબજ ડૉલર થઇ હતી. આ સમયગાળા દરમિયાન વ્યાપારની ખાધ ૮૬.૧૪ અબજ ડૉલર રહી હતી. ઑક્ટોબરમાં પેટ્રૉલિયમની નિકાસ ૧૪.૭૪ ટકા, ઇજનેરી માલની નિકાસ ૧૧.૭૭ ટકા અને રસાયણોની નિકાસ ૨૨.૨૯ ટકા વધી હતી.

ભારતમાંથી સપ્ટેમ્બરમાં નિકાસ ૨૫.૬૭ ટકા વધીને ૨૮.૬૧ અબજ ડૉલર થઇ હતી. નિકાસમાંનો આ વધારો છેલ્લાં છ મહિનાનો સૌથી વધુ હતો. રસાયણો, પેટ્રૉલિયમ અને ઇજનેરી માલની નિકાસમાં વધારાને પગલે સપ્ટેમ્બરમાં નિકાસમાં ભારે વધારો થયો હતો. (પીટીઆઇ)

 

 
Copyright © Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com