નિફ્ટી :   10326.90

સેન્સેક્સ :   33478.35

મિડકેપ :   16794.23

સ્મોલકેપ :   17813.07

ડોલર :   64.89

સ્ટાન્ડર્ડ સોનું :   29510.00

ચાંદી :   39290.00

ગામડામાં વ્યાપારમાં ફરી બરકત દેખાય છે


ક્ધઝયુમર ડ્યુરેબલ્સ ધંધામાં અને એનબીએફસીઓને કળ વળી રહી છેમુંબઈ સમાચાર ટીમનૉટબંધી અને ત્યાર પછી ત્રાટકેલા જીએસટીએ આર્થિક કમર ભાંગી નાખી હતી, પરંતુ હવે થોડી થોડી કળ વળી રહી હોવાના સમાચારથી લોકો અને એમાંય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાના વેપારીઓમાં ખુશીની લહેર ઊડી છે.

નાશિક નજીકના નાનકડા ઘોટી ગામમાં ક્ધઝયુમર ડ્યુરેબલ્સનો બિઝનેસ કરતા એ મહેશ પાટીલ નામના એક વેપારીએ કહ્યું કે છેલ્લાં છ-સાત મહિનામાં પરિસ્થિતિ સુધરી છે અને સેલમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. મહેશ પાટીલ ફ્રીજથી લઈને ફ્લેટ સ્ક્રીન ટીવી અને એસીથી લઈને માઈક્રોવેવ તથા પંખા સુધીનો વેપાર કરે છે. એમની દુકાનમાંથી પ૦૦થી ૧૦૦૦ની વસતિ ધરાવતા આસપાસના ૧૦-૧૫ ગામોમાં એમનો માલ વેચાય છે. આમાં સારા વરસાદની પણ ભૂમિકા રહી છે. ક્ધઝયુમર ફાઈનાન્સ કંપ્નીઓએ ગામડાઓમાં ઈએમઆઈની ઓફરો આપવાનું શરૂ કર્યું છે. આનું પરિણામ પોઝિટિવ આવી રહ્યું છે.

ઈએમઆઈની સુવિધા પ્રાપ્ત થતા લોકો હવે બ્રાન્ડેડ વસ્તુઓ પણ ખરીદવા લાગ્યા છે. હજી હમણા સુધી પાટીલના સ્ટોરમાં લોકલ બનાવટની વસ્તુઓ વેચાતી હતી હવે એ પણ સારી બ્રાન્ડ ધરાવતી વસ્તુઓ વેચે છે. નૉન-બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપ્નીઓને ગ્રામ્ય અને અર્ધશહેરી માર્કેટોમાં વૃદ્ધિ દેખાય છે. એક જાણીતી ફાઈનાન્સ કંપ્નીનો ગામડામાંથી થયેલો બિઝનેસ તેના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૧૩ ટકા નોંધાયો હોવાનું કંપ્નીએ જણાવ્યું હતું. ગ્રામ્ય એયુએમ લોઅર બેઝ પર વર્ષાનું વર્ષ ૧૩૭ ટકાએ વૃદ્ધિ પામી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં એક હજાર કરોડનો નફો દેખાશે, એવું આ ફાઈનાન્સ કંપ્નીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય એક ખૂબ જ જાણીતી ક્ધઝયુમર ફાઈનાન્સ કંપ્નીના બિઝનેસ હેડના કહેવા મુજબ તેમની કંપ્નીના ગ્રામ્ય ગ્રોથ માટેનું શ્રેય એનબીએફસીને આપે છે. આ કંપ્ની ગ્રામ્ય અને અર્ધ શહેરી માર્કેટોમાં તેના વેચાણને વેગ આપવા માટે એનબીએફસીની સાથે જોડાણ કરવાના અંતિમ તબક્કામાં ક્ધઝયુમર ડ્યુરેબલ્સ ખરીદવા માટેના વિકલ્પ તરીકે ફાઈનાન્સ મોટા શહેરોમાં લગભગ ૬૦ ટકા છે, જ્યારે ગ્રામ્ય માર્કેટોમાં માંડ ૧૦ ટકા છે, પરંતુ સૌથી વધુ ગ્રોથ ગ્રામ્ય વિસ્તારોમાં છે, અને આ વિસ્તારો પર જ નજર રાખવા જેવી છે. ક્ધઝયુમર ડ્યુરેબલ ફાઈનાન્સ રૂ. ૬૨,૧૩૦ કરોડનું માર્કેટ છે. ત્રીજી ફાઈનાન્સ કંપ્નીએ ગઈ દિવાળીમાં ગ્રામ્ય માર્કેટમાં ૩૦ ટકા બિઝનેસ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકની વિશ્ર્વસનીય કે શાખની મોટી સમસ્યા હોય છે, એવું આ કંપ્નીના એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આધાર કાર્ડથી પ્રક્રિયા સરળ બની રહી છે, એવું તેમણે કહ્યું હતું. અલબત્ત, ક્ધઝયુમર ડ્યુરેબલ ફાઈનાન્સિંગ હાઈ વૉલ્યુમ ગૅમ છે. ઑટોમોબાઈલની સરખામણીએ ક્ધઝયુમર ડ્યુરેબલની આઈટમોના ઈએમઆઈ નાના હોવાથી કંપ્નીએ મોટા વૉલ્યુમની અપેક્ષા રાખવી પડે છે. એનબીએફસી કોઈ કસર બાકી રાખવા માગતું નથી. ક્ધઝયુમર ડ્યુરેબલ ખરીદવાથી લઈને સીધા ગ્રામ્ય ગ્રાહકોને વેચવાનું કામ કરે છે અને આ પ્રક્રિયામાં ડ્યુરેબલ કંપ્ની અને લોકલ રિટેલર સાથે પ્રોફિટ શૅરિંગ કરી લે છે. તેના ર૦૧૮ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ગ્રામ્ય ક્ધઝયુમર લોન સેગ્મેન્ટે ૮૬ ટકા ગ્રોથ જોયો છે. ડિમાન્ડ ગ્રોથ પણ વેગ પકડે એવી આશા છે.

 

 
Copyright © Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com